Skip to content

A Slip of Paper and Other Poems

By Udayan Thakker

Translated from Gujarati by Rochelle Potkar

‘Ten Elements for East Window of an Architectural Ensemble from a Jain Meeting Hall’, teak with traces of colour, last quarter of the 16th century/ Image courtesy The Metropolitan Museum of Art

I

આણંદજી કલ્યાણજીની પેઢી
(
૫રંપરિત
)

દેલવાડાનાં દહેરાંઓ રચાયાં કેવી રીતે?
આરસપ્હાણને સપનું કદીક આવ્યું હશે?
દેરાસરોનાં દ્વાર પર ઝૂલે છે તકતી
જગાનો સર્વ વહીવટ
શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીને હસ્તક
કોણ આણંદજી?ને વળી કલ્યાણજી?
શાહસોદાગર હતા? રાજસ્થાન બાજુના?
વીસા?દશા? કે ઓસવાળ?
સાચું કહું?
આવી કોઈ વ્યક્તિ નહોતી!
બે તો કેવળ ભાવવાચક નામ

જો તમે ચાહો
તમારે ઘેર પણ તકતી ઝુલાવી શકો

M/s Anandji Kalyanji

How were the temples of Dilwara created?
Did the marble have a dream?
A signboard at the gate says,
‘This place is managed
by M/s Anandji Kalyanji.’

Who were they? Anandji and Kalyanji?*
Wealthy merchants?
From which sect of Jainism?
Veesa, Dasha, or Oswal?
Natives of Rajasthan?

If truth be told
there were no such men.

These are but two
abstract nouns.

You may jolly well
put that signboard up
on your door.

*Names of Indian men, which literally mean happiness and goodness.

 

II

‘ગોટી રમશુંને?’

ભગવાન પણ ઓછી માયા છે?
પારદર્શક કાચની લિસ્સી લિસ્સી પાંચ ગોટી
ભગવાને મને આપેલી,
અને પાંચ મારા ભિલ્લુને

હું કોણ?
ખેલાડી નંબર વન!
રમ્યો કોઈબા, ટ્રાયેંગલ,
કરી મૂકી પાંચની પચ્ચીસ,
અદલીબદલીમાં લીધો ભમરડો,
એવું તો ચક્કર ચલાવ્યું
કે થઈ ગયા, પાંચ ગોટીની જગાએ
પાંચ કોટી!

ભિલ્લુ ભોળારામ
પાંચમાંથી એક તો નાખી ખોઈ,
બે દઈ દીધી કોઈને,
એક મેં આંચકી લીધી
બચ્યું શું? તો ‘કે
એક ગોટી
ને એક લંગોટી

એવામાં રંગેચંગે આવી ચડી
ભગવાનની વરસગાંઠ
કીમતી ભેટસોગાતો લઈને ચાલ્યાં સૌ:
સો-સો રોલ્સ રોઈસ લઈને આચાર્ય,
હજાર-હજાર મછવા લઈને શાસ્ત્રીજી,
પવિત્ર-પવિત્ર એરોપ્લેન લઈને બાપુ
મેં પણ બનાવડાવ્યાં, ફૂલ
મારા (અને ભગવાનના) સ્ટેટસને શોભે તેવાં,
ખાસ ઓર્ડર આપીને:

ચાંદીની પાંખડીઓ અને સોનાના કાંટા,
ઉપરથી દસ-વીસ કેરેટનું તો,
મોંઘામાયલું, ઝાકળ છાંટ્યું!

અને ભિલ્લુ? છટ…
એની પાસે શું હોય?
એક ગોટી

ભગવાન પણ ઓછી માયા છે?
ત્રણ-ત્રણ તો એનાં ભુવન
ઉંબરે આવીને ઊભા
રોલ્સ રોઈસ અને મછવા, એરોપ્લેન અને ફૂલ
સ્વીકારી–સ્વીકારીને નાખ્યાં, સ્વર્ગ નામની વખારે

પછી ભિલ્લુના હાથમાં હાથ પરોવીને, ભગવાન બોલ્યા,
‘કેમ વહાલા, ગોટી રમશુંને?’

‘How about a game of marbles?’

God gave me five glass marbles,
sparkling and transparent,
and five he gave to my buddy.

I played Ringer, Bull’s Eye, and
five turned to twenty-five.
Swapped them for a top,
put a spin on it, and
glass turned to gold.

My buddy dropped one,
gave two away,
one I snatched.

Once God was celebrating his birthday.
All were invited.
Swamy came with a decorated ratha,
Baba with a palanquin,
Bishop with a tiara.
I walked in with flowers,

befitting God’s status and mine:
petals of silver, thorns of gold,
sprinkled with twenty carats of dew.

My buddy carried what he had:
a marble.

God is no less.
He stood at the doorstep.
Ratha and palanquin, tiara and flowers,
he accepted and put away
in the storehouse of heaven.

Then putting his arm around my buddy,
God asked:
‘Hey, how about a game of marbles?’

 

III

કાપલી

પેટમાં ફાળ પેઠે પડી હવેલીમાં
તિરાડ. આવ્યા વેલ્ડર, બિલ્ડર
મિસ્તરી, ઠેકેદાર
તપાસ્યાં સ્તંભ, કમાન
તારીખ લખીને કાપલી ચોંટાડી ચપોચપ
તિરાડ પર
‘આનાથી હવેલી પડતી અટકી
જશે?’ પૂછી બેઠું કોઈ
કેવળ કાગળ ને અક્ષરથી
ક્યાં કશું બાંધી શકાય કે સાંધી?
હવે આવશે તેઓ, વારે-
તહેવારે, વરસે-
પાંચ વરસે. જોશે-
કાપલી કેટલી છે તંગ
ઝોક કઈ તરફનો, કેટલી ઝડપથી
ભાંગી રહી છે ભીંત

કાપલીથી ક્યાં કશું
બાંધી શકાય કે સાંધી?
આ તો વળગણ છે એને
પુરાણી હવેલીનું
તે લકીરો ઉકેલતી બેઠી છે

પાયાની વાત કહેતાં કહેતાં, કોઈએ તો
ફાટવું રહ્યું

A slip of paper

The mansion shook
like a leaf, walls cracked,
welders, builders, contractors, fabricators
appeared on the scene,

examined beams and columns,
wrote down the date
on slips of paper,
stuck them up
on the cracks.

‘Will this prop up
the mansion?’ someone asked.

What can be built or buttressed
by mere paper and words?

These professionals will keep coming
once in two years
or five, to see how strained
the slips are,

give opinions on the tilt
of walls, or how slowly
the mansion is sinking.

What can be built or buttressed
by a slip of paper?

Attached
to this mansion, it tries to understand
the writing on the wall

torn between
reticence and urge
to reveal the truth.

Udayan Thakker is an Indian poet who writes in Gujarati. English translations of his poems have appeared in the following journals or magazines: ‘Poetry’ magazine (Chicago), ‘Young Indian Poets’ edited by K Satchidanandan, ‘Digest of West Indian Languages’ (Sahitya Akademi), ‘Indian Literature’, ‘Modern Gujarati Poetry’, ‘Modern Indian Poetry’ edited by E. V. Ramakrishna), ‘Breath Becoming Word’ (Government of Gujarat), ‘Beyond the Beaten Track’ (Gujarati Sahitya Parishad) and ‘Stand’ (Leeds). A volume of English translations of his poems has been published by Onslaught Press, England. He writes a weekly column on world poetry in the newspaper ‘Janmabhumi’. He is the editor of poetryindia.com.

Rochelle Potkar is a fiction writer and poet. Her book, The Arithmetic of Breasts and Other Stories was shortlisted for The Digital Book of the Year Award 2014, by Publishing Next. She was a writer-in-residence at The University of Iowa’s International Writing Program, Fall Residency 2015. She has read her poems in Hyderabad at Ten Thousand Waves, Our Sacred Space, Hyderabad Literary Festival (HLF); in Chennai at the Prakriti Festival, The American Library; in Hong Kong at Out Loud, Fringe club, and with the Peel Street poets; in Goa at Goa Arts and Literary Festival (GALF); and in Iowa city.