Skip to content

Poems by Kanji Patel

Translated by Rupalee Burke

Image courtesy Adivasi Academy

 

મારા ભાગનું દૂધ

ઝાંઝર ખનખન બાજે મારાં
ડુંગર આડા
નદીઓ આડી
આડી સડકો
આવશે ક્યારે અજવાળાં?
ઓ મા,
આ ભૂખ કેમની જીરવું?
ઉઘાડું ડિલ તપીને તાવડો થયું
કાળું તે કેવું?
સૂરજ બધું કાળું કરે છે
આડાં ડુંગર, નદી ને સડક
કાળાંને ઓર કાળા કરે છે

વળી બાજે મારાં ઝાંઝર
એને છેતરે છે કોણ?
વળીવળીને કાળો રંગ છેતરાય છે
બાપ મજૂરીમાં મર્યો
મા, તું જીવે તો છેને?
નથી જોઈતાં સોનાં રૂપાં ને ઢીંગલા
જોઈએ ખોબો ધાન
ને ચપટીક માન
મા, એ મળશે મને?

પી, આ બકરીનું દૂધ
લવારાના ભાગનું
દૂધ મારાથી પિવાય?
મા, હું નાની હતી
ત્યારે મારું દૂધ, મારા ભાગનું દૂધ
તેં આપેલું મને
એ કોઈ બીજું પી ગયું હોત તો?

 
My Share of Milk

Softly my anklets tinkle,
Intersecting mountains,
And rivers,
And roads.
When will there be light?
O mother,
How do I beat my hunger?
My bare body scorched, a griddle blackened,
Blackened as always.
The sun turns everything black.
The mountains, rivers and roads in between
Make the black blacker still.

Again the sound of my anklets.
Who is that traitor of anklets
Who betrays the colour black again and again?
Father died of labour.
Mother: I hope you are still alive?
I do not care for gold, silver or paper money
All I want is a palmful of grain
With a pinch of dignity.
Mother, will these be mine?

Here, drink this goat’s milk.
How can I drink
The kid’s share of milk?
Mother, when I was small
You gave me my milk.
What if somebody had taken away
The milk meant for me?

 

દોરા

એક રોટલામાંથી
અડધી ફાડ આલી દીધી હતી
અડધી ફાડ બચેલી
એ ય જઉં જઉં કરી રહી

*

કાગળિયાંમાં
આપણા માટે સ્વર્ગ લખ્યું છે
આપણે સ્વર્ગમાં જઈએ તો જ
કાગળિયાંના લખનારને
ધરતી મળે ને?

*

બે હતી
એમાંથી એક રહી
એક આંખ ફૂંટતા વાર લાગે?

*

આટલું માગીએ
રમતાં રમતાં ખરવું
વાતે વેદ કરવા
ગાતાં ગાતાં બલિ થવું

*

લખજો
આંકડા માંડજો
ઓળખજો આટલું
ભીંત કાળી છે
રોશે ધોળી ભીંતોંવાળા

*

મગરા પર
ડગરા ફરતે જનજનાવર ટોળે વળ્યાં
દુનિયા પૂછે,
તારો બાહ અહીં રહેતો હતો
એનો પુરાવો આપ
ઝાડપાન પર નામ તો હશે ને તારા બાહનું?
પણ ઝાડપાન તો ગયાં
હવે પથરે ચોંટી રહેવું હોય તો રહે
થોડી વેળા
પછી એ ય જશે?

*

બોલી ને લિપિ વાદે ચડ્યાં
મૂળિયાં જોયાં
પાંખો પલાણી
પૈડાં જોડ્યાં
હવા પર ધરતી પર
મન પર કાગળ પર
દુનિયા ખૂટી ગઈ

*
દેવ ગયો
રાજા ગયો
માણસ ગયો
લખનારો ગયો
કથા ગઈ
વાણી ગઈ
બધાં એક પછી એક જવા બેઠાં છે

*

તારા ગયા
ચંદરમા ગૂલ થયો
સૂરજ શોષાયો
આકાશ સુકાયું
એક મુઠ્ઠી હોજરી અડીખમ

*

પગ તળે ધરતી જ હતી
ચાલતાં ચાલતાં વચ્ચે નદી આવી
કેટલાંક પેલી મેર રહી ગયાં
કેટલાંક આ મેર
સામસામા કાંઠે રહીને રોવા લાગ્યાં

*
નિંદર તૂટી
જાગીને જોયું તો
જીભ ગઈ

*

પોકાર ઊઠે
ગગન ગાજે
ધરતીથી વેગળે
ઊચ્ચારે છે કોઈ નવો કરાર

*

કાળી વાટ પડી
જંગલ વચ્ચે
ગામ ને ખેતર
બે ફાડિયે
હળ અહીં
બળદ તહીં
ગળું અહીં
બોલ તહીં નહી

 

Threads

Gave away one half
Of the rotla;
The remaining half is equally
Impatient to depart.

*

Heaven is written for us
On paper.
Only if we go to heaven
Will the writers of papers
Inherit the Earth.

*

There were two.
One remained.
Does it take long for an eye to be lost?

*

This much we ask
To cease to be while at play
To know through intimate conversation
How to sing the way to our sacrifice.

*

Do write.
Do calculate.
Realize this much:
The wall is black,
Let those who own white walls weep.

*

On the mountain
Round the rocks, creatures flocked.
The world asks,
Did your father live here?
Wouldn’t his name be written on trees and leaves?
But the trees and leaves are gone.
You can stay on the boulders if you like.
But after a while
Will they too be gone?

*

Spoken and written words done.
Traced origins,
Geared wings to fly,
Attached wheels
To air, to the earth,
To mind, to paper.
The world was exhausted.

*

All set to depart turn by turn:
Deity gone
King gone
Man gone
Writer gone
Story gone
Speech gone.

*

Stars disappeared,
Moon vanished,
Sun emaciated,
Sky parched.
That fistful of belly remains unaffected.

*

There was only the Earth under walking feet,
A river in between.
Some remained on that side
Some on this
Standing on this bank and the other
Facing each other
They began to cry.

*
Sleep was disturbed.
It woke up and saw
The tongue was lost.

*
Cries rise,
The sky resounds.
Far from the earth
Someone utters the new testament.

*

Black track laid
Across the forest,
Village and field
Two halves.
Plough here,
Bullocks there.
Throat here,
Words not there.

 

Kanji Patel’s published works include novellas, short stories and poetry. He is editor of Vahi, a journal of poetry, ritual, and the multilingual expression of society. He has also edited the Gujarat volume of the People’s Linguistic Survey of India (Orient BlackSwan, 2016) led by Ganesh Devy.

Rupalee Burke heads the English department in a college in Ahmedabad and uses her writing/ translation/ editing/ research skills for cultural activism. Her translations of works by writers of the Dalit, Adivasi, and denotified nomadic communities have been published as anthologies, and in journals such as Indian Literature and Muse India.